અહીંયા ઉપર લખ્યું છે.. તમારા વિષે લખો... જો પોતાની જાતને શબ્દોમાં બાંધી શકાતી હોય તો બીજું જોઈએ જ શું ? બસ મારા શબ્દોને વાંચો... મારા સાહિત્યને વાંચો.... મારા શબ્દો જ મારા વિશે ઘણું બધું કહી જશે !! આભાર.. મુલાકાત બદલ નીરવ પટેલ "શ્યામ" ️


Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 दिवस पूर्वी
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
6 दिवस पूर्वी

જીવનને ક્યારેક કોઈના માટે નિઃસ્વાર્થ ખર્ચી નાખજો,
ભલે એ વ્યક્તિ મળે કે ના મળે,
પરંતુ એ વ્યક્તિના હૃદયમાં એવું સ્થાન મળશે,
જેવું એના સમગ્ર જીવનમાં ક્યારેય નહીં મળ્યું હોય !!!

- નીરવ પટેલ "શ્યામ" ✍️

अजून वाचा
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

જરૂરી નથી કે જે વ્યક્તિ પ્રેમને લખી શકે છે
એજ વ્યક્તિ પ્રેમને સમજી પણ શકતું હોય !
ઘણાં બસ ખાલી દુનિયાને બતાવવા માટે લખતા હોય છે,
તો કોઈ દિલમાં પડેલી લાગણીઓને
અભિવ્યક્ત કરવા માટે લખતું હોય છે,
માણસ જેટલો શબ્દોથી રૂપાળો લાગે છે,
એટલો હકીકતમાં હોતો નથી.
ઘણીવાર શબ્દોમાં કઠોર લાગતો માણસ
હકીમતમાં બહુ જ નરમદિલ હોય છે !
વ્યક્તિની ઓળખ તેના શબ્દોથી નહિ,
વ્યક્તિત્વથી થાય છે !!


@ નીરવ પટેલ "શ્યામ" ✍️

अजून वाचा
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 आठवडा पूर्वी

ઘરના એવા ક્યાં કામ ઉપર લેબલ લગાવ્યું છે કે આ કામ ફક્ત અને ફક્ત સ્ત્રીઓ જ કરી શકે ? લેબલ આપણે પોતે લગાવ્યા છે. કચરા-પોતું, વાસણ, સાફ-સફાઈ એક સ્ત્રી જ કરે. આજના યુગમાં કેટલાક અંશે પુરુષ રસોડામાં જમવાનું બનાવતા થયા છે જેના કારણે એ લેબલ થોડું હટયું છે, પણ મોટા પ્રમાણમાં નહિ, હજુ સંકુચિત મગજવાળા લોકો બપોરે બાર વાગે અને રાત્રે આઠ વાગે તૈયાર થાળીએ જમનારા અને સહેજ મોડું થાય તો રાડો પાડનારા રહેલા છે.

જો એક સ્ત્રી નોકરી સાથે ઘર પણ સાચવી શકતી હોય તો એક પુરુષ કેમ નહિ ? ચાલો માનીએ કે દુનિયાને આ બધું બતાવવામાં તેનું સ્વમાન હણાય છે, પરંતુ ઘરની ચાર દીવાલોની વચ્ચે તો તે આ કામ કરી જ શકે છે ને ? સ્ત્રીની મદદ કરવામાં કોઈ પુરુષ પત્નીનો ગુલામ નથી બની જતો. પરંતુ ઘરમાં રહેલી એ સ્ત્રીની આંખોમાં એ પુરુષની ઈજ્જત બમણી બની જાય છે. ઘરની બહારની સ્ત્રીઓને સારું બતાવવા કે સમાજમાં પોતાનું પુરુષત્વ બતાવવા ક્યારેય ઘરની સ્ત્રીને તકલીફ ના અપાય !!!


એક સાચો પતિ, પ્રેમી, પુત્ર, જીવનસાથી એજ છે જે સ્ત્રીને સમજે છે, તેનું સ્વમાન કરે છે, દરેક કામમાં તેનો સાથ આપે છે !!!


@નીરવ પટેલ "શ્યામ"

अजून वाचा
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 आठवडा पूर्वी

પ્રેમમાં કોને કહયું કે હરદમ મળવું જ જરૂરી છે, કે કોઈની સાથે સતત વાત કરવાથી જ પ્રેમ જીવંત રહે છે ? હું માનું છે કે ભલે આપણા પ્રિયજન સાથે દિવસો મહિનાઓ વર્ષો સુધી વાત ના થાય.. ભલે એને આપણે મળીએ નહિ, તે છતાં દિલમાં પ્રેમને જાગૃત રાખી શકાય છે, અને એ પ્રેમને જગાવી રાખવા માટે જરૂર છે વિશ્વાસની. એક એવો વિશ્વાસ જે કદાચ સહેજ પણ તૂટી ગયો તો તમે પ્રિયજન અને પ્રેમ બંને ખોઈ બેસશો !!!


@નીરવ પટેલ "શ્યામ"

अजून वाचा
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी

આ બે વર્ષ પહેલાં લખ્યું હતું.. અને આજે પણ એટલું જ સાચું છે.. કઈ બદલાયું નથી.....

ખરેખર આજે ભારતીય હોવા ઉપર મને ખુબ જ ગર્વ થાય છે, ગઈકાલ સુધી મેં કલ્પના પણ નહોતી કરી કે રાતોરાત આ દેશ આટલો બધો બદલાઈ જશે, સવારે ઉઠતાની સાથે સોશિયલ મીડિયાની દરેક એપ્લિકેશન ખોલતા હજારો પોસ્ટ જોવા મળી, દરેકના દિલમાં દેશભક્તિ ઉમટી આવી હતી, રોડ ઉપર તિરંગો વેંચતા બાળકો હોય કે પછી કોઈ ઝૂંપડપટ્ટીમાં કે છેવાડાના વિસ્તારમાં ઘ્વજવંદન થતું હોય તેના ઉપરની હજારો પોસ્ટ આજે એક જ દિવસમાં જોવા મળી ગઈ.

બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ આજે આઝાદીના પર્વમાં દેશના રંગે રંગાયેલું દેખાયું, મારા કોન્ટેક્ટના 95% લોકોના ડીપીમાં તિરંગો હતો. પાંચ ટકા કદાચ મારા જેવા વિચારો વાળા હશે અથવા એમને સમય નહિ મળ્યો હોય, પણ કહેવાનું મન એજ થાય કે દરેકના મનમાં આટલી દેશભક્તિ ભરેલી પડી છે અને ગરીબો, સૈનિકો, પોલીસકર્મીઓ, માટે તેમના દિલમાં સન્માન છે તો પછી દેશમાં તકલીફો શું કામ ઊભી થાય છે ?

નેતા - અભિનેતા, તમે જેને અત્યાર સુધી આદર્શ માન્યા હશે એ લોકો, રેડીઓના જોકી, ગામના સરપંચથી લઈને દરેક સરકારી અધિકારીઓએ આજના દિવસે ઘણી જ મોટી મોટી વાતો કરી હશે, તમને દેશભક્તિ વિશે જ્ઞાન આપ્યું હશે, ઘણા ફિલ્મ મેકરોએ આજના દિવસ માટે સુંદર મઝાના હિન્દૂ મુસ્લિમ ની એકતા દર્શાવતા વિડીઓ પણ બનાવ્યા હશે, અને આપણે હોંશે હોંશે એ વિડીઓ, સારા વિચારો, સારા ફોટોગ્રાફ ને શૅર પણ કર્યા હશે.

આજના દિવસે હજારો લોકોએ પ્રતિજ્ઞા લીધી હશે દેશના માન સન્માન ને જાળવવાની, ટ્રાફિકના નિયમો પાળવાની, દેશને સ્વચ્છ રાખવાની, દેશના સંવિધાન ને જાળવવાની, બહેન દીકરીની ઈજ્જત કરવાની, વડીલોને માન સન્માન આપવાની, લોકોને તેમના હક આપવાની તો પછી આવતી કાલથી બધું બદલાઈ જશે ખરું ??? આવતી કાલથી આ દેશને હું એક નવી નજરથી જોઈ શકીશ ખરો ? કે પછી હતું એનું એજ રહેવાનું છે ?? આ બધું બસ ખાલી કહેવા માટે અને લોકોને બતાવવા માટે જ હતું ?? કે ખરેખર આજના દિવસે લીધેલા પ્રણ, આજના દિવસે જન્મેલી દેશભક્તિ દેશ માટે સાર્થક થશે !!!

રાહ હું આવતી કાલની જોઉં છું.... જો કાલે મારો દેશ બદલાશે તો હું આજે થેયેલી આઝાદ દિવસની ઉજવણીને સાર્થક ગણીશ.

- નીરવ પટેલ "શ્યામ"

अजून वाचा
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

ગયા વર્ષે લખાયેલી એક માઇક્રોફિક્શન...


"સ્માર્ટ ફોન"

"રાહુલ, પિંકી ચાલો જમવા"
"કેટલી બુમો પાડું છું તો પણ આ છોકરા સાંભળતા જ નથી, મોબાઈલમાં જ પેસી રહે છે ? શું મળતું હશે એમાં ?"

મમતાબેન છોકરાઓને બુમો પાડતાં રહ્યાં પણ એમનો ૨૦ વર્ષનો રાહુલ પબ્જી રમવામાં વ્યસ્ત હતો અને ૨૪ વર્ષની પિંકી ટિકટોકના વિડિઓ જોવામાં. મમતાબેન ડાઇનિંગ ટેબલ પર જમવાનું તૈયાર કરી રાહ જોવા લાગ્યા. આ તો રોજનો નિત્યક્રમ થઈ ચૂક્યો હતો. મમતાબેન ગુસ્સો પણ કરતાં તોય છોકરાને કોણ સમજાવે !! છોકરાઓને મોબાઈલમાંથી પરાણે બહાર કાઢી જમવા બેસાડતાં.

આવતી ૨૪ માર્ચે મમતાબેનનો જન્મ દિવસ આવતો હતો. રાહુલ અને પિંકીએ પોતાના પોકેટ મનીમાંથી થોડા પૈસા બચાવ્યા હતાં. મમ્મીને ગિફ્ટ આપવા. જન્મ દિવસના દિવસે જ રાહુલ અને પિંકીએ મમતાબેનને સ્માર્ટ ફોન ગિફ્ટ કર્યો. ધીમે ધીમે મમતાબેન ફોન વાપરવાનું પણ શીખી ગયા.
થોડા દિવસ પછી રાહુલ અને પિંકી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટેની બુમો પાડી રહ્યાં હતાં અને મમતા બેન રસોઈ કરતાં કરતાં યુ ટ્યુબ પર કુકિંગ શૉ જોવામાં વ્યસ્ત હતાં.

લે. નીરવ પટેલ "શ્યામ"

अजून वाचा
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

વિશ્વાસ એક એવી મૂડી છે
જેને ટકાવી રાખશો
તો એ સતત વધશે,
અને જો તેને વેડફી નાખશો,
તો ના વ્યક્તિ રહેશે, ના વિશ્વાસ ....!!!!


- નીરવ પટેલ "શ્યામ"

अजून वाचा
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

શું કોઈ એવા વિષય ઉપર નવલકથા લખી શકાય, જેની હકીકત ઇતિહાસના પાનમાં જાણી જોઈને દબાવવામાં આવી હોય ?
જેના બહાર આવવાથી મોટા હુલ્લડો થવાની બીક હોય ?
જેને લખવા માટે કલમમાં ધાર નહિ પણ બાવળામાં બળ પણ જોઈએ !!
જેને લખવા માટે જીવ પણ ખતરામાં મુકવો પડે ?

ના તો કારણ પણ જણાવજો !!!

अजून वाचा
Nirav Patel SHYAM verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

એની રાહ જોવામાં જ જિંદગી જીવાય છે,
સમય ક્યાં ક્યાંય બીજે વેડફાય છે ?

આવી જાય છે એમનો જવાબ એકાદવાર,
પૂછવું હોય ઘણુંબધું પણ ક્યાં કઈ કહેવાય છે?

પૂછતો નથી હવે તો હું પણ કઈ એમને,
એની આંખોમાં કઈ કેટલુંય વાંચી લેવાય છે !

હવે તો આદત છે, બસ એમની જ પ્રતીક્ષા કરવાની,
બસ એ આવે ત્યારે હૈયે ઉમંગ વ્યાપી જાય છે !

આજે જુદા છીએ, કાલે એક હોઈશું "શ્યામ"
એજ વિશ્વાસે, વર્ષોના વર્ષો વીતી જાય છે !!!

#કેપ્ટન
@nirav_patel_shyam ✍️

अजून वाचा