હું ભાવના ભટ્ટ અમદાવાદ રહું છું. મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો અને અમદાવાદ ખાતે લગ્ન થયા રાજેન્દ્ર કુમાર ભટ્ટ સાથે.મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે મારે એક દીકરી છે અને દિકરો છે બન્ને ના લગ્ન થઈ ગયા છે. અને મારુ એક અજબ ગજબ પુસ્તક પ્રકાશિત થયું છે. હું વોટ્સ ઓપ ના કવિ લેખકોના હરિફાઈના વિવિધ ગ્રુપમાં છું.મારુ બ્રાહ્મણ મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. મારી એક કવિતા દિવ્ય ભાસ્કરમા છપાઈ હતી. અખાંડ નંદ, સખી, વિવેકગ્રામ, સ્ત્રી મેગેઝીનમાં મારી રચનાઓ આવી છે.


Bhavna Bhatt verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 तास पूर्वी

આ મારી વાર્તા લાડલી નું ઝાંઝર ને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો એ બદલ હું માતૃભારતી એપનો અને મારી વાર્તા વાંચતા વાંચક વર્ગ નો હું દિલથી ખુબ ખુબ આભાર માનું છું.... તમારો સાથ સહકાર સારો સાંપડ્યો છે તો અપેક્ષા રાખું છું કે સદાય મળતો રહે.....🙏🙏🙏

अजून वाचा
Bhavna Bhatt verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી धार्मिक
1 दिवस पूर्वी

* મહેર ચેહર મા ની*. લેખ... ૨૫-૧-૨૦૨૦

ઓમ શ્રી ચેહર મહાશક્તિ પીઠ જ્યાં ચેહર મા "ગોર ના કુવાવાળી" ની હાજરાહજૂર હાજરી હોય છે....
કંઈ કેટલાય ભક્તો ના દુઃખ ચેહર મા એ દૂર કર્યો છે... માઈ ભક્ત રમેશ ભાઈ ના દિલની વાતો માતાજી પૂરી કરે છે અને એટલે જ આવનાર સેવકો ના દુઃખ જલ્દી દૂર થાય છે તો આવો ગોરના કુવાવાળી ચેહર માતાજી નો ૩૧ મો પ્રાગટ્ય મહોત્સવ નો અનેરો લાભ બધાં જ ભાવિક ભક્તો લો ..
વસંતપંચમી તા.૩૦-૧-૨૦૨૦ ગુરૂવારે આવાં રૂડાં અવસર ના સહભાગી બનીએ અને ચેહર મા ના આ અનેરા મહોત્સવ મા આવી મા ચેહર નાં દર્શન કરી ને ધન્ય થઈએ...
આ દરબાર નાં ખુલ્લાં બારણાં છે જો કાયમ અવાય તો આવજો દર્શન કરવા અને ચેહર મા ને મળવા... માઈ ભક્ત રમેશ ભાઈ અને નીતા બેન ભટ્ટ ના મીઠાં બોલ અને સાચી વાત અને સાચી સમજણ અને સાચું જ્ઞાન લેવાનું
મન જો થાય તો જરૂર આવજો.
આ ભાગદોડ ભરી જીંદગીમાં સમયનો નથી કોઈ ભરોસો તો થોડો સમય મળે તો ચેહર મા નાં ગોરના કુવે દર્શન કરવા આવજો કારણકે આવી તક કે સમય પાછો મળે કે ના પણ મળે...
ઘડી બે ઘડીની ફુરસદ જો તમને
જણાય તો જરૂર આવજો...
માઈ ભક્ત રમેશ ભાઈ અને એમનાં પરિવાર ની સેવા પૂજા અને સાચી માતાજી માટેની દિલની ભાવનાઓ થી આજે આવાં રૂડાં અવસરો ઉજવવામાં આવે છે... અને એમાં ચેહર મા ના સર્વે સેવકો અને દાતાશ્રીઓ તથા ગવૈયા મંડળ ખુબ જ સુંદર સહોયગ આપી ને આ અવસર ને દિપાવે છે...
" ચેહર કરે મહેર તો થાય લીલા લહેર "
આ હળાહળ કળજુગ મા ચેહર મા ના પરચા ની તો અનેક ગાથાઓ છે જેનું વર્ણન કરવામાં આવે તો એક ગ્રંથ બની જાય પણ માઈ ભક્ત રમેશ ભાઈ કહે છે ચેહર મા ને ભજો અને સુખી થાવ.... માઈ ભકત રમેશ ભાઈ અને એમનો પરિવાર બીજા ને મદદરૂપ બનવા તત્પર જ હોય છે... માઈ ભક્ત રમેશ ભાઈ ના મુખ પર એ જ નિર્દોષ અને નિખાલસ હાસ્ય જોવાં મળે છે...
અહીં ગોરના કુવે વસંતપંચમી નો પ્રાગટ્ય મહોત્સવની શાનદાર શરૂઆત સર્વ પ્રથમ માઈ ભક્ત રમેશ ભાઈ એ ચાલું કરી હતી... અને સમય જતાં આજે એ અનેક મંદિરો માં ઉજવાય છે પણ ગોરના કુવાની વાત જ અલગ છે...
તો બોલો ચેહર માતા ની જય...
ભાવના ભટ્ટ અમદાવાદ....

अजून वाचा
Bhavna Bhatt verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी
Bhavna Bhatt verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी
Bhavna Bhatt verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
3 दिवस पूर्वी

*વતન ની મિટ્ટી* કવિતા.. ૨૩-૧-૨૦૨૦

આ સાંજ એટલે વતન ની મિટ્ટી ની ખુશ્બુ યાદ આવે,
અભાવના સમય સાલતા ઘરે થી
આવેલી ખુલ્લી જાસાચિઠ્ઠી.

આ સાંજ એટલે સરહદ પર દેશપ્રેમ ની ઝલક,
ખાનગીમાં લઇ આવે પવન
દુશ્મનો ના નામની બાતમી.

આ સાંજ એટલે વતનની મિટ્ટી માં મળવાની સોગંધ,
એક ચપટી ધૂળ જેટલી યાદે
ઉડાવેલી દિલમાં વંટોળની આંધી.

એ વતનની મિટ્ટી નું તિલક કપાળ પર અનુભવાય છે,
જિંદગી ની બાજી લગાવીને રણસંગ્રામમાં કેસરીયા કરવા છે... ભાવના ભટ્ટ અમદાવાદ....

अजून वाचा
Bhavna Bhatt verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
3 दिवस पूर्वी

*લડત*. ૨૨-૧-૨૦૨૦

આમ છુપા વાર થી જ લડવાની તકલીફ પડે છે,
દુશ્મનો ના પીઠ પરના ઘા ઝિલવા તકલીફ પડે છે.

ઈરાદાઓ એમના સમજી શક્યા નહીં આપણે,
દશમનો ની તાકાત ઓછી આંકી એ તકલીફ પડી આપણે.

અહમ્ નથી પણ જાત ઓગાળીને જીતવા મથીએ આપણે,
શૂન્યમાં ઓગળીને સરહદ પર જીત નો નારો લગાવીએ આપણે.

નિતી નિયમો એમણે રાખ્યાં દૂર પણ,
આપણે નિતી નિયમો થી લડીને રાખીશું રંગ.

ખેર ભલે રહ્યા અરમાનો આપણા કુંવારા, પણ,
દેશ માટે લડત લડી મરવાની તકલીફ નહીં પડે ....
ભાવના ભટ્ટ અમદાવાદ....

अजून वाचा