જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં.*🌺🍃 સત્ કૈવલ સાહેબ 🍃

*દિવ્ય પરમગુરુ* કહે છે કે, સમસ્ત સૃષ્ટિના સર્વ અંશોને ઉત્પન્ન કરનાર છેવટે તે *કૈવલ સરજનહાર* છે. અને જેના *ચિંતવનથી સ્થાવર તેમજ જંગમ જાતિના જીવો ઉત્પન્ન થયા* છે તે જ *સૃષ્ટિના સાચા સરજનહાર રુપ કૈવલ કર્તા* છે.
*દિવ્ય પરમગુરુ* કહે છે કે, હું સાચે સાચું કહું છું કે અનેક પ્રકારની વાણીથી પર આવેલા *મારાં વચનો સર્વથી શ્રેષ્ઠ* છે. એવા મારાં શ્રેષ્ઠ વચનોને હમણાં તમે ( વિશ્વના માનવો ) નહી માનો તો તમારે પાછળથી પસ્તાવું પડશે.

*દિવ્ય પરમગુરુ* જગત ના સાચા સર્જનહાર થી અજાણ રહેલા આ વિશ્વનાં માનવોને ઉપદેશ કરીને જગત તારણહાર એવા સૃષ્ટિ ના સર્જનહાર *કૈવલ કર્તા* ની જાણ્ય કરાવે છે. આ વિશ્વ બાદલી ઉપાસના માં ભૂલા પડી પોતાનું જીવન વ્યર્થ માર્ગે ગુમાવી દે છે, માટે *દિવ્ય પરમગુરુ ના અનમોલ શ્રેષ્ઠ વચન* ને આજ્ઞા માની સ્વીકાર કરીને *દિવ્ય પરમગુરુ ની જ ઉપાસના શ્રેષ્ઠ* હોય એમના વચનને પળેપળ સ્મરણ આપણને આ મનુષ્ય દેહે રહેવું જોઈએ. તો આપણું આ વિશ્વમાં કલ્યાણ થાય.
*🌼💐 સત્ કૈવલ સાહેબ 💐🌼*

अजून वाचा

ડેલા તો ભફા ભફ પડતા હૈ, હવે વંડી નું કેમ થાહે...
😂

ચાલો એ તો ખબર પડી કે 70 લાખ લાકો ટ્રમ્પની ભાષા સમજી શકશે,
વેલકમ ટુ INDIA MR TRUMP.

જેટલી સુરક્ષા આજે ગોઠવવામાં આવી છે તો એટલી જ સુરક્ષા પુલવામાં હુમલા વખતે ગોઠવવામાં આવી હોત તો મારા દેશના 44 જવાનો શહીદ ના થયા હોત

अजून वाचा

હજી ખાલી ગેટ જ ઉયડો હે, થોડોક વધું પવન આવે તો નવા રોડના પોપડાય ઉડે એમ હે

#ટેમ્પરરી_વિકાસ 😀

માત્ર પુસ્તકોને ગુરુ બનાવી મફતીયાઓને ધનદાન બંધ કરશો તો ધર્મની અંદર ઘૂસેલી જીવાતો ટપોટપ મરી જશે.

એવા સાચા સદગુરૂ પીર પ્રભુ નૈયા કરો સ્થિર, આ સંસાર સાગર જાણો ઈર્ષા રૂપી છે નીર, કામ ક્રોધ મોટા તરંગો દેખી દીલ થયુ છે દીલગીર

अजून वाचा

એક દિવસ માટે સારી પ્રાઈવેટ સ્કૂલોને સરકારી સ્કૂલના બોર્ડ મારી દેવા જોઈએ જેથી ટ્રમ્પની નજરમાં ભારતનો વટ પડી જાય

अजून वाचा

ધ્રુવ રાજાને અમર સ્થાપ્યો પ્રહલાદ લીધો ઉગારી રે, સંધ્યાકાળે દૈત્ય સંહાર્યો હરીએ ન્હોર વધારી ભજનના વાગે ભડાકા ભારી રે

अजून वाचा

ભીતર સદગુરુ મળિયા
🌻🌻🌻🌻🌻🌻🌻

બેની ! મુને ભીતર સદગુરુ મળિયા રે
વરતાણી આનંદલીલા મારી બાયું રે
બેની ! મુને ભીતર સતગુરુ મળિયા

કોટિક ભાણ ઉગ્યા દિલ ભીતર
ભોમ સઘળી ભાળી
સુન-મંડળમાં મારો શ્યામ બિરાજે
ત્રિકુટીમાં લાગી મુને તાળી
બેની મુને ભીતર...

ઘડી ઘડીના ઘડિયાળા વાગે
છત્રીસે રાગ શીની
ઝળકત મો'લને ઝરૂખે જાળીયા
ઝાલરી વાગી ઝીણી ઝીણી
બેની મુને ભીતર...

બાવન બજારુ ચોરાસી ચોવટા
કંચનના મોલ કિના
ઇ મોલમાં મારા સતગુરુ બિરાજે
દોય કર આશન દિના
બેની મુને ભીતર...

સત નામનો સંતાર લીધો
અને ગુણ તખત પર ગાયો
લખીરામ ચરણે કરમણ બોલ્યા
ગુરુજીએ ગુપ્ત પિયાલો અમને પાયો
બેની મુને ભીતર...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

अजून वाचा