I m from biggest textile hub and diamond city.


Dip The Shayar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
7 महिना पूर्वी

લાગણી વેડાં ની બહુ મહેફીલ ભરી લીધી આંખો ને પણ બહુ તરબતર કરી લીધી આજ ને વીસરી ગયો ચિંતા નાં વાદળ વચ્ચે કાલે શું થશે એ સપને જિંદગી આખી વેડફી દીધી

अजून वाचा
Dip The Shayar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
7 महिना पूर्वी

એક સવાલ.

જીવનનો સારાંશ લખવા બેસી
ને જ્યારે તારી બાદબાકી કરું

ત્યારે જે ખાલીપો વધે છે
એ અવકાશ કોનાથી ભરું?

अजून वाचा

કોઈ તો છે છુપાઈ ને
મઝા માણે છે પ્રિતની,
જાણે છે , પ્રેમ મળે એની મેળે,
એમાં જરૂર છે,ક્યાં માંગણીની?
કદી ઈશારો કરવો પડે પણ,
વાત તો અંતે લાગણી ની,
એટલે તો છુપાઈ ને,
મઝા માણે છે પ્રિતની.

अजून वाचा
Dip The Shayar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
7 महिना पूर्वी

તમારી નજરનાં સ્પર્શ માત્ર થી
મારી આંખોના સપનાં
રંગીન થઈ ગયા,

હજી તો દૂરથી જોયાની વાત છે
અને આ અહેસાસ છે
જિંદગી માં આવ્યા તો
હકીકત ની રંગત નો શું અંદાજ હશે?

अजून वाचा
Dip The Shayar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
7 महिना पूर्वी

વાટ તારી જોઈને
આંખલડી મારી થાકી નથી
યાદ તારી આવી ના હોય
દિવસ એવો બાકી નથી.

તારી યાદો હવે તો દર્દ લઈને આવે છે

હું શબ્દો નાં સહારે વહાવ્યા કરીશ.

Dip The Shayar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
8 महिना पूर्वी

વ્યાખ્યા તો બહું સરસ વાંચી હતી પ્રેમની

આંખો ઉઘડી તો આંસુઓની ઝાંખપ હતી.

Dip The Shayar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
8 महिना पूर्वी

એટલો ઊંડો ઊઝરડો થયો
હું અંદર સુધી ઘાયલ થયો

જ્યાં નજર ના પહોંચે દુનિયાની
અદ્ર્શ્ય કટાર નો એવો ઘા થયો

આંસુ સારવા પણ બહાનુ જોઈએ
કારણ ન કહ્યું , અળખામણો  થયો

એકાંત  માં  આંસુ સારવા ગયો
તો દુનિયાની નજરે અતડો થયો

કલમ નો સથવારો કર્યો તો
આંસુ નો પડછાયો  પડ્યો

ક્યાં કલમ ઝબોળી, કયું ચિત્ર દોરવું
ક્યા રે સંગાથે હવે સુરજ આઠમસે

બસ આજ સવાલો નો
ચોતરફ  પહેરો  થયો.

अजून वाचा
Dip The Shayar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
8 महिना पूर्वी

શંકા ની સોય ની સહેજ અણી લાગી
મારા સપનાની દુનિયામાં આગ લાગી

ને શંકા પણ કેવી, હતી સાવ નિરર્થક
તોય પ્રીત વન ઉજડતા વાર ન લાગી.

अजून वाचा
Dip The Shayar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
8 महिना पूर्वी

લાગણી ઓ હારીને રજા માંગે છે હવે
ને  દિલ  હજી  જીદ પર અડી રહ્યું  છે

કોણ  જાણે  કેમ  હજુ  પણ  એને ?
રણ માં મૃગજળ નજર આવી રહ્યું છે.

अजून वाचा