શબ્દોના પ્રેમમાં પડવાનો પ્રયાસ કરું છું.....#વિધવા

આપણા સમાજે વિધવાને દયામણી જ ચીતરી છે, હવે શું સમય નથી આવ્યો કે એક સ્ત્રી કોઈના આધાર વગર પણ જીવી શકે ? દીકરીઓને સાસરે જવા માટે તો બાળપણથી તૈયાર કરીએ છીએ. પણ સ્વનિર્ભર જે એના માટે સૌથી જરૂરી છે એની તૈયારી કોઈ કરાવતું જ નથી. વિધવા એટલે ઓશિયાળી નહિ એવું જ્યારે આપણે સમજતા થઈ જઈશું, ત્યારે ખરા અર્થમાં સફળ સમાજની રચના કરી શકીશું. ઘરની સ્ત્રીઓને કોઈ આધારિત નહિ, સ્વબળે જીવતા શીખવીએ...

अजून वाचा
HINA DASA verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
1 आठवडा पूर्वी
HINA DASA verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી धन्यवाद
3 आठवडा पूर्वी

હજુ કઈક સળવળે છે ભીતર,

સાવ નથી બની જવાતું પથ્થર,

આ બાળકોની જ તો બદોલત,

ટીચલ... એટલું સાંભળી એમનું થઈ જવાય છે,

વિપરીત પરિસ્થિતિમાં એટલે જ તો સબળ રહેવાય છે..


This is first time ever when Teacher's day come without student in school, we really miss our all ખતરનાક students....


શબ્દનો મોહતાજ ક્યારેય ખરો શિક્ષક હોતો નથી,

અપવાદ હાંસિયામાં છોડી દઈએ થોડા,

તો, શિક્ષક વિના કાળો અક્ષર સુવર્ણ થઈ ઉભરતો નથી..


Happy Teacher's Day.....


      શિક્ષક તરીકે આમ તો થોડું વ્યથિત થઈ જવાય છે આ પરિસ્થિતિમાં, કારણ કે બાળકોને ઘણું નુકશાન થતું જોઈ રહી છું.. આંખોમાં કેટલીય આશા સાથે આવતા બાળકો અત્યારે બહુ યાદ આવે છે, સ્કૂલ સાવ જ વેરાન, નીરસ ને નિષ્પ્રાણ લાગે છે, વર્ગખંડો ખોલીએ ત્યારે એ કિલકારીઓ નહિ પણ દરવાજાનો કિચુડ કિચુડ રડવાનો અવાજ સંભળાય છે. આજે સમજાય છે કે એ જેને તોફાન કહેતા એ જ તો ખરેખર શાળાના પ્રાણજીવન છે. એ નિર્દોષતા ને એ બધું જ તમને સોંપી દેવાની એમની નિખાલસતા જીવનને નવું જોમ આપી જાય છે, ગુણવંત શાહ કહે છે કે, "જે દિવસે શિક્ષક હસી ન શકે એ દિવસે એને cl મૂકી દેવી.." પણ મને લાગે છે કે હસ્યા વગર બાળકો સામે રહી જ ન શકો, તમે પગ મુકો ત્યાં તો કેટલીય વાતો લઈ તમારી સામે ઊભા રહી જાય. પથ્થર બની ગયેલા સમાજ વચ્ચે તમે ખરેખર જીવતા છો એવો અનુભવ તમને બાળકો જ કરાવે છે... 


વિપરીત પરિસ્થિતિમાં પણ આ બાળકો કેટલું હસી જાણે છે, બધી જ સમસ્યા એક સાથે ઉડાડી નાખે, તમે એમને નથી શીખવતા પણ એ તમને ઘણું શીખવી જાય છે. આજે ખાલી ઓરડા ખરેખર એમની કિંમત બતાવી જાય છે. વિદ્યાર્થી વગર શિક્ષક ખરેખર કશું જ નથી... ઇશ્વરનો આભાર કે આમની સાથે જીવવાનો મોકો આપ્યો છે....


@hina dasa

अजून वाचा
HINA DASA verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
4 आठवडा पूर्वी
HINA DASA verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
1 महिना पूर्वी