હુ જ્યોતિષશાસ્ત્ર માં પીએચ.ડી ધરાવુ છૂ અવાજ પર થી જ્યોતિષ જોવુ છુ કલર થેરાપીસ્ટ છુ તેમજ નિસંતાન મા પણ મારી પીએચ.ડી છે જ્યોતિષની મદદ થી સંતાન પ્રાપ્તિ થાયજ. અંધશ્રદ્દા નો વિરોધી છુ જ્યોતિષશાસ્ત્રમા મારી ૧૫ પીએચ.ડી. છે મારો ફોન નંબર ૯૮૨૫૬૧૭૮૧૫ છે સવારે 10 થી 1. અને સાંજે 5થી 9 વાત થાય જય હાટકેશકપડા પર લાગેલા નાનકડા બટન પણ લાવી શકે છે મોટી મુશ્કેલીઓ

આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા લાવે છે અને આપણાને તે વાતનો કોઇ અંદાજો હોતો નથી. જ્યારે જ્યોતિષ મુજબ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનાથી આપણાને ભારે નુકસાન થાય છે. પરંતુ આપણે તે વાત પર સહેલાઇથી વિશ્વાસ કરતા નથી. શુ તમે ક્યારેય આવું વિચાર્યું છે કે તમારા શર્ટમાં લાગેલા બટન પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. તો શુ તમે આ વાત પર વિશ્વાસ કરશો.

હા તમે આ વાત પર બિલકુલ વિશ્વાસ નહી કરો. પરંતુ આ વાત સાચી છે શર્ટમાં લાગેલા બટન ખોટી રીતે લગાવવામાં આવે તો તેનાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ વાસ્તુ શાસ્ત્ર મુજબ જણાવવામાં આવ્યું છે. જો કપડા પર ખોટા બટન લગાવવામાં આવે તો અપશુકન થાય છે. જે રીતે બટન ઉંધુ લાગી જાય છે તે રીતે આપણા જીવનમાં બનેલા કામ બગડવા લાગે છે.

જે રીતે બટનના અશુભ સંકેત હોય છે તે રીતે તેના શુભ સંકેત પણ હોય છે. જો તમને રસ્તામાં ચાલતા બટન પડેલા મળી જાય તો તેનો મતલબ છે કે કોઇ જૂના મિત્રથી મળી શકે છે. તે સિવાય તમારા કપડા પર રૂનો નાનો ટૂકડો ચિપકેલો મળે છે તો તેને સારુ માનવામાં આવે છે.

अजून वाचा

સફળતા પ્રાપ્ત કરવા માટે ઘરમાં રાખો આ ખાસ વસ્તુ, થશે પ્રગતિ

દરેક લોકો તેમના જીવનમાં સફળ થવા માંગે છે અને તેના માટે તે કંઇપણ કરવા તૈયાર રહે છે. જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ મહેનત કરે છે. પરંતુ તેમને સફળતા પ્રાપ્ત થતી નથી અને તે પરેશાન થવા લાગે છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કેટલાક એવા ઉપાય જેની મદદથી તમે કોઇપણ કામમાં સફળ થઇ શકો છો.

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘોડાને પ્રગતિનું રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં સુખ, શાંતિ અને કોઇપણ કામમમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો તમે ઘોડાની મુર્તિને ઘરમાં રાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડાના સ્ટેચ્યુને તમે ઘરની દક્ષિણ દિશામાં રાખો. જેનાથી તમારી પ્રગતિ થશે અને સાથે જ તમારા ઘરને કોઇ ખરાબ નજર લાગશે નહીં.

તે સિવાય તમે ઘરમાં ઘોડાની તસવીર લગાવી શકો છો. જ્યારે દુકાનમાં સ્ટેચ્યુ રાખી શકો છો. આમ કરવાથી ઘરમાં શાંતિ રહે છે અને તમારુ પરિવાર હંમેશા ખુશ રહે છે. ધ્યાન રહે કે, ઘોડાને ક્યારેય લગામની સાથે ન રાખવો જોઇએ. તેને સારુ માનવામાં આવતું નથી. તે સિવાય તમે ઘરના બેડરૂમમાં રાખો છો તો તેને જોડા(ડબલ પેર)માં રાખો. માનવામાં આવે છે કે ઘોડના જોડાને રાખવાથી પતિ-પત્નીની વચ્ચેના સંબંધમાં મધુરતા આવે છે અને તે જીવનભર એકબીજાની સાથે ખુશ રહે છે.

अजून वाचा

પિતૃદોષ | Hint Or Measures Of Pitra Dosh

પિતૃઓ નારાજ હશે તો જિંદગીભર આવા દુઃખો તમારો પીછો નહીં છોડે, કરો ઉપાય

શ્રાદ્ધનું મહત્વ પિતૃઓને ખુશ કરવા તથા તેમની નારાજગી દૂર કરવા સાથે જોડાયેલું છે. ઘણા લોકો એવું સમજે છે કે એક વખત પિતૃઓનું શ્રાદ્ધ કર્યા પછી બીજી વખત આ કર્મ-કાંડને કરાવવાની જરૂર નથી પડતી. પરંતુ એવું નથી. ઘણી વખત પિતૃઓની નારાજગી દૂર કરવા માટે પણ આ કર્મ કરાવવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ એ કેવી રીતે જાણી શકાય કે પિતૃઓ તમારેથી નારાજ છે? આજે અમે તમને એના વિશે જ જણાવી રહ્યા છીએ.

આપણાં જીવનમાં ઘણી એવી વાતો અથવા એવું કહીએ કે કેટલાક સંકેતો હોય છે જે આપણને જણાવે છે કે આપણાં પિતૃઓ આપણાંથી નારાજ છે. આ સિવાય વ્યક્તિ સ્વંય કેવા પ્રકારનું જીવન વીતાવે છે, ધર્મ-કર્મમાં વિશ્વાસ કરે પણ છે કે નહીં તેના ઉપર પણ પિતૃઓની અસર પડે છે.
આગળ વાંચો, ક્યાં સંકેતોથી જાણી શકાય છે કે તમારા પિતૃઓ તમારેથી નારાજ છે

માન્યતા મુજબ જે લોકો દાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે નથી કરતા, વડીલોનું સન્માન નથી કરતા તેમના પર પિતૃઓ કાયમ નારાજ રહે છે.

જે લોકો પોતાના મૃત પરિજનોને તેમના ગયા પછી પણ ધુતકારતા રહે છે, તેમનાથી પણ પિતૃઓ નારાજ રહે છે.

એવું કહેવાય છે કે પિતૃઓની નારાજગીની અસર માત્ર વ્યક્તિ વિશેષ પર જ નથી થતી, પરંતુ આ સંપૂર્ણ પરિવારને પોતાની અડફેટમાં લઈ લે છે.

આવો પરિવાર અને તેના સભ્યો રોગ, દુઃખ અને માનસિક તથા આર્થિક પરેશાનીઓથી પીડાતા રહે છે. તેઓ નિઃસંતાન પણ હોય શકે છે અથવા પિતૃદોષના કારણે તેમને સંતાન સુખ પણ દુર્લભ રહે છે.

આગળ વાંચો, ક્યાં સંકેતોથી જાણી શકાય છે કે તમારા પિતૃઓ તમારેથી નારાજ છે...

આ સિવાય એવું માનવામાં આવે છે કે જેમની પાસે સમય અથવા ધનનો અભાવ છે તે પણ શ્રાદ્ધના દિવસોમાં આકાશની તરફ મુખ કરીને બંને હાથો દ્વારા પિતૃઓનું આવાહન કરી પ્રણામ કરી શકે છે. આવું કરવાથી પિતૃ પોતાનો આશીર્વાદ આપે છે.

જે ઘરમાં કોઈ વ્યક્તિના લગ્ન ન થઈ રહ્યા હોય અથવા પછી લગ્ન સંબંધી કામમાં વિઘ્ન આવી રહ્યું હોય તો ઘરના લોકોએ પિતૃ પૂજા જરૂર કરાવવી જોઈએ. તેનાથી તમામ સમસ્યાઓ ટળી જશે.

अजून वाचा

યાદ રાખો સાવરણીની આ 10 વાતો, ગરીબી દૂર જ ભાગશે તમારા ઘરથી

ઘરનો કચરો સાફ કરવા સાવરણીનો ઉપયોગ તો લગભગ બધાંના ઘરમાં થતો જ હોય છે. ખૂબજ સામાન્ય લાગતી આ વસ્તુનું શાસ્ત્રોમાં બહુ મહત્વ છે. માન્યતા અનુસાર સાવરણી ધનની દેવી લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. સાવરણી ગંદકી રૂપી દરિદ્રતાને દૂર કરે છે. જ્યોતિષ, વાસ્તુ અને જૂની માન્યતાઓ અનુસાર સાવરણીના કારણે આપણા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ઘરના કચરામાં ઘણી નકારાત્મક શક્તિઓ હોય છે, જેની ખરાબ અસર ઘર અને ઘરના સભ્યો પર પડે છે.

આ દિવસે ઘરમાં લાવો નવી સાવરણી, ગરીબી ભાગશે દૂર અને થશે ધનલાભ

૧. નવી સાવરણી ખરીદવી હોય તો શનિવારે ખરીદવી. શનિવારે ઘરમાં નવી સાવરણી લાવવી શુભ ગણાય છે.

૨. સાવરણીને ઘરના કોઇપણ રૂમમાં પશ્ચિમ દિશામાં રાખવી શુભ ગણાય છે. તેનાથી નકારાત્મક ઉર્જાઓ નાશ થશે. તૂટેલી સાવરણી ન વાપરવી.

૩. સાવરણીથી ઘરના લોકોને ખરાબ નજરથી બચાવી શકાય છે. વાસ્તુ અનુસાર ધનની જેમજ સાવરણીને પણ ઘરમાં સંતાડીને રાખવી જોઇએ
.
૪. સાવરણી પગ અડાડવાથી મહાલક્ષ્મીનો અનાદર થાય છે, એટલે સાવરણીને પગ અડે તો લક્ષ્મીજીની માફી માંગવી.

૫. જો તમે ભાડાના ઘરમાં રહેતા હોય તો ઘર બદલતી વખતે જૂની સાવરણી ત્યાં મૂકીને ન જવી. આમ કરવાથી લક્ષ્મી પણ ત્યાં જ છૂટી જાય છે.

૬. સાવરણીને ક્યારેય ઊભી ન મૂકવી.

૭. સાવરણીને હંમેશાં સાફ રાખવી. ભીની ન રાખવી અને જૂની સાવરણીને ઘરમાં ન રાખવી.

૮. શનિવારે જૂની સાવરણી બદલવી અને સાવરણીને ક્યારેય સળગાવવી ન જોઇએ.

૯. ઘરના મુખ્ય દરવાજાની પાછળ એક નાનકડી સાવરણી લટકાવી રાખવી. તેનાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા જળવાઇ રહે છે.

૧૦. ઘરનો કોઇ સભ્ય બહાર જાય તો તરત કચરો વાળવો અશુભ ગણાય છે. આમ કરવાથી તે વ્યક્તિને કામમાં અસફળતા મળી શકે છે.

अजून वाचा

આ કારણે લાગતી હોય છે નજર, તેને દૂર કરવાનાં આ છે ઉપાય

દુનિયામાં 3 પ્રકારની ઊર્જા કામ કરે છે- સકારાત્મક, નકારાત્મક અને ઉદાસી. આ ઊર્જા આપણી માનસિકતા, વ્યવહાર, આદત અને શબ્દો દ્વારા બને છે. આપણા શરીરમાં અને ઘરમાં સામાન્ય રીતે સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે કોઇનાં વિચાર, સ્વભાવ અને સમ્પર્ક દ્વારા આપણા ઉપર અસર પડે છે તો આપણે તેને નજર લાગવી કહીએ છીએ. નજર લાગવાથી આપણા સ્વાસ્થ્ય, વિચાર અને પ્રગતિ થોડાક સમય માટે બગડે છે. આને કારણે અચાનક આપણી સાથે ખરાબ થવા લાગે છે.
ઘરમાં નજર દોષ હોવાથી ઘર વગર કારણે ભારે લાગે છે. ઘરનાં લોકોમાં અંદરો-અંદર ઝઘડા અને નારાજગી વધે છે. ઘરમાં બીમારીમાં પૈસાનો વ્યય થાય છે અને રોજગારમાં વારંવાર ઉતાર-ચઢાવ રહે છે. આના ઉપાય માટે ઘરમાં વગર કારણનો કચરો અને બિનજરૂરી સામાન ના રાખવો જોઇએ. ઘરનાં પૂજા સ્થાન પર રોજ સાંજે દીવો કરવો જોઇએ. ઘરમાં રોજ સવાર-સાંજે ગુગળ અને ચંદનની અગરબત્તી કરવી જોઇએ. ઘરનાં દરેક રૂમનાં દરવાજા ઉપર લાલ રંગનો સ્વસ્તિક બનાવવો જોઇએ. અઠવાડિયામાં એકવાર ઘરમાં કીર્તન, ભજન જેવા ધાર્મિક પાઠ કરવા જોઇએ.

રોજગાર પર નજર દોષ હોવાને કારણે નોકરી વારંવાર લાગે છે અને છૂટે છે. લાંબા સમય સુધી નોકરી વગર રહેવું પડી શકે છે. તો ધંધા પર નજર દોષનાં કારણે ધંધો એકદમ ઠપ્પ થઇ જાય છે. વગર કારણે એમ લાગવા માંડે છે કે રોજગાર બંધ થઇ જશે.

જો કોઇ વ્યક્તિ પર નજર લાગે તો તે વગર કારણે બીમાર રહે છે. બીમારીનું કારણ અને ઉપાય સમજમાં આવતા નથી. વ્યક્તિનું મન વગર કારણે અશાંત અને ખરાબ રહે છે. તો ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાના સંબંધો અને ચીજોને જાતે જ ખરાબ કરવા લાગે છે.
જો આવું થાય તો તમારા થોડાક વાળ કાપી લેવા અથવા દાઢી કરી લેવી જોઇએ. ત્યારબાદ કેવડાનું પાણી નાંખીને સ્નાન કરવું જોઇએ. લાલ મરચાનાં એકાદ બીજને ચાવવું જોઇએ. નજર દોષથી હંમેશા બચવા માટે ચંદનની સુગંધનો ઉપયોગ કરવો જોઇએ અને ઘરની બહાર નીકળતી વખતે ગોળ ખાઇને નીકળવું જોઇએ.

अजून वाचा
Jagdish Manilal Rajpara तुमचे अपडेट्स पोस्ट झाले English प्रेरक
7 तास पूर्वी

Don't let fear stop you reaching you full potential, have faith in your ability to accomplish anything. You have a powerful influnce over the way you shape your life. Realising how much your beliefs may have cost you can be disappointing. Think of the jobs or realationships you may have missed.! The excitement and fulfilment of achievements you could have had, the opportunities you passed by or failed to recognise. But don't dwell on these disappointments. You're about to move on to wonderful new opportunities, so don't hesitate for longer than a sobering moment. It's time to let go of the past and begin building your future.

अजून वाचा

🔱 ૐ ચામુંડા દેવીયે નમ: 卐

ૐ ચામુંડા માતા નમ :

હર ક્ષણ મારી આત્મા પલ પલ મારા કુટુંબ સહ ખમ્મા, સાષ્ટાગ એક મને હર પલ હર ક્ષણ ફક્ત મા ચામુંડાના શરણે મારા કુટુંબના તમામ સભ્યોના આત્માથી સાષ્ટાંગ દંડવત ભજન અને ભક્તિ માટે છે મા ચામુડા બીજે માથુ ઝુકે નહી ખમ્મા મારા ઉજળામાવતર ખમ્મા ઘણી મા ચામુંડ દયા કરો મા કુટુંબની રક્ષા કરો મિત્રો નુ ભલુ કરે

મારા,વાલા બોનો અને ભાઈ દોસ્તો શુભ કામના અને જય માતાજી શુભ રાત્રી

હર પલ પલ મારી કુળમાતા શ્રી રાજ રાજેશ્વરી ચોટીલાનાં ડુંગરે વાસ છે શ્રી ચામુંડા માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહીત પ્રાથના મારા તમામ દોસ્તો ફોલોઅરસ સહ કુટુંબ સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા શ્રી ચામુંડા માતાજીના રક્ષણ અને આશિષ મા રહે તો બોલો પ્રેમથી 🔱 ખમ્મા શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ના ડુંગરે વાસ છે તે મારા ચામુંડા સરકારને ઘણી ખમ્મા મારા માવતરને ઘણી ખમ્મા 🔱 શુભ રાત્રી જય માતાજી🙏 🌹🙏.🙏.

अजून वाचा

આ કારણથી ઘરના દરવાજા બહાર ઉતારવા જોઇએ ચંપલ

પહેલાના સમયથી ચાલી આવતી ઘરમાં બૂટ-ચંપલ ન લઇ જવાની જે આજે પણ લોકો અપનાવે છે. જ્યારે એવા પણ લોકો છે જે આ જૂની વાતને માનતા નથી. તેનું કારણ એ છે કે તે લોકો બૂટ-ચંપલ બહાર ઉતારવાનું કારણ હાલ પણ ખબર નથી. તો ચાલો આજે જણાવીએ કે આખરે ઘરની બહાર બૂટ-ચંપલ ઉતારવાનો શુ ફાયદો છે. જે વાસ્તુ શાસ્ત્ર મુજબ યોગ્ય જણાવવામાં આવે છે.

કહેવામાં આવે છે કે આમ કરવાથી સ્વાસ્થ્ય માટે જ પરંતુ વિજ્ઞાન અને ધાર્મિક દ્રષ્ટિથી પણ જરૂરી હોય છે.

વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે જૂતાને બહાર ઉતારવાની પરંપરાને જો ધર્મથી જોડવામાં આવે તો યોગ્ય છે કારણકે તે અનુસાર ઘરને મંદિર અને દેવાલયનું મહત્વ આપવામાં આવ્યું છે અને આ વાત દરેક લોકો જાણે છે કે મંદિરમાં હંમેશા બૂટ બહાર નીકાળીને પ્રવેશ કરવામાં આવે છે. જેથી કહેવામાં આવે છે હંમેશા ઘરની બહાર બૂટ-ચંપલ ઉતારવા જોઇએ. એવું માનવામાં આવે છે કે અંદર બૂટ-ચંપલ લઇ જવાથી ઘરનું વાતાવરણ અશુદ્ધ થાય છે.

તે સિવાય તેની પાછળ એક વેજ્ઞાનિક કારણ એવું છે કે બહારની ગંદકી બૂટની સાથે ઘરમાં પ્રવેશ કરી શકે નહીં. જેથી બૂટ ઘરની બહાર જ નીકાળવા જોઇએ, કહેવામાં આવે છે કે જો ગંદકી ઘરમાં આવશે તો પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

જો તમારી અંદર પણ જૂતા બહાર ઉતારવાની આદત છે તો તે તમારા ભવિષ્ય માટે પણ સારુ હોય શકે છે. જોકે જૂતા ઉતારી દેવાથી બહારની નેગેટિવ એનર્જી ઘરની અંદર આવી શકતી નથી અને ઘરમાં ખુશી રહે છે.

अजून वाचा

ગાયની આ પૂજાથી દૂર થશે, ગ્રહો અને વાસ્તુથી જોડાયેલા દોષ

સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ વધારે ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે ગૌમાતાના શરીર પર 33 કોટિ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગૌમાતાની સેવા અને પૂજા કરનારા જાતક પર આ દરેક દેવી-દેવતાઓની કૃપા રહે છે. ગૌસેવાથી ન માત્ર આ જન્મના પરંતુ પૂર્વ જન્મના દોષ પણ દૂર થઇ જાય છે. જ્યોતિષ વિદ્યામાં ગાયથી જોડાયેલા કેટલાક ઉપાય જણાવીશું. જેને કરવાથી તમામ તકલીફોને ગૌમાતા દૂર કરે છે.

– પ્રત્યેક સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન બનવું પ્રારંભ હોય તો સૌથી પહેલા બનાવવામાં આવેલી રોટલીને તમે ગૌમાતાના નામથી નીકાળી શકો છો અને ભોજન કરતા પહેલા ગૌમાતાને ખવડાવો. જો સંભવ હોય તો કાળી ગાયને ખવડાવો. કાળી ગાય ન મળે તો સફેદ ગાયને ખવડાવી શકો છો.

કોઇપણ પૂજામાં ગૌથી પ્રાપ્ત પંચગવ્ય યુક્ત પદાર્થોનો ઉપયોગ અવશ્ય કરો કારણકે પંચગવ્ય વગર કોઇપણ પૂજા-પાઠ અને હવન સફળ થતા નથી.

– ગૌ કૃપા મેળવવા માટે દિનપ્રતિદિન, અઠવાડિયા અથવા મહીનામાં પરિવાર સહિત એક વખત ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને લીલા ચણા ખવડાવો.

– ગૌસેવા અને ગાય પૂજાછી નવ ગ્રહ શાંત થઇ જાય છે અને તેનાથી જોડાયેલા દોષનું નિદાન થઇ જાય છે.

– ગરમીમાં ગૌ માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગૌ માતાને ગોળ ખવડાવો. ધ્યાન રહે કે ગરમીમાં ગાયને ગોળ ન ખવડાવો.

– અનેક દેવી-દેવતાઓને તેમના શરીર પર ધારણ કરનારા ગૌમાતાથી જોડાયેલા ઘણા શુભ અને અશુભ સંકેત પણ હોય છે. ગાયનું દૂધ દોહતા સમય જો ગાય ઠોકર મારે છે અને દૂધ ધોળાઇ જાય તો અપશુકન થાય છે.
– જો કોઇ યાત્રા પર નીકળી રહ્યા છો અને ગાય તેના વાછરડાના દૂધ પીવડાવતા સામે આવી જાય તો નિશ્ચિત રીતથી યાત્રા સફળ અને કામ સંપૂર્ણ હોય છે. યાત્રા પર જતા સમયે અને ગાયનો અવાજ અને રાતના સમયે ગાયનો હુંકાર કરવો પણ શુભ હોય છે.

अजून वाचा

ઘરના દરવાજે છાંટો કપૂરનું પાણી, પછી નસીબ ખુલતા વાર નહિ લાગે

ધર્મ ગ્રંથોમાં એવી અનેક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું ભગવાનની પૂજામાં ઉપયોગ કરવું અનિવાર્ય માનવામાં આવ્યું છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન કપૂરનું છે. માન્યતાઓ અનુસાર, કપૂર બાળીને ઘરમાં આરતી કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. આ સાથે જ કપૂર બાળવાથી ઘર-દુકાનમાંથી અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ તથા વાસ્તુ દોષોનો નાશ થાય છે. જાણી લો કપૂર સાથે જોડાયેલા ખાસ ઉપાય અને ઘરની ગરીબી કેવી રીતે દૂર કરી શકશો.

ન્હાવાના પાણીમાં ગંગાજળ સાથે મિક્સ કરો

ખરાબ નજર અને ખરાબ સમયમાંથી મુક્તિ મેળવવા માટે રોજ સવારે જલ્દી ઉઠો અને ન્હાવાના પાણીમાં ગંગાજળની સાથે થોડુ કપૂર મિક્સ કરો. આ પાણીમાં ન્હાવો, સાથે જ દેવી-દેવતાઓના મંત્રો કે નામોના જાપ કરો.

ધરના દ્વાર પર કપૂરવાળુ પાણી નાખો

ઘરમાં સુખ-શાંતિ બનાવા રાખવા માટે રોજ સવારે ન્હાયા બાદ ગંગાજળમાં કપૂર નાખીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટો. આવું કરવાથી તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા નહિ આવે અને તમારું ઘર હંમેશા ખરાબ નજરથી બચી રહેશે.

ભગવાનની કૃપા પામવા

સૂર્યાસ્તના સમયે ભગવાનની આરતીમાં કપૂર જરૂર બાળો. કપૂર બાળીને ઘરમાં ફેરવો. આવું કરવાથી ભગવાનની કૃપા તમારા ઘર પર બની રહેશે.

બુધવારે કરો આ ઉપાય

બુધવારના રોજ થોડું ઘી, કપૂર અને મિસરી મિક્સ કરીને દાન કરો. આ ઉપાય કુંડળીમાં બુધ ગ્રહના દોષ દૂરી કરી શકે છે.

બેડરૂમમાં કપૂર બાળો

રોજ સાંજે કપૂર બાળીને ભગવાનની આરતી કરો અને તેના બાદ થોડું કપૂર બેડરૂમમાં પણ બાળો. આવું કરવાથી તમારી હેલ્થ હંમેશા સારી રહેશે અને પતિ-પત્નીની વચ્ચે પ્રેમ બની રહેશે.

अजून वाचा