દરેક સંબંધ તમને કહેશે કે હું તારી લાગણીઓને સમજી શકું છું , પણ એક સાચો સંબંધ કહેશે કે હું તારી લાગણીઓને અનુભવું છું.


Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
2 दिवस पूर्वी

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર , પ્રભુ નહીં મળે સસ્તામાં ,
કૃષ્ણની પાસે જવું હોય તો , થાવું પડે સુદામા.....
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં
#ઈસુ

अजून वाचा
Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
4 दिवस पूर्वी

સમય ક્યાં છે લોકો પાસે પોતા માટે....
કે એ બીજા સાથે વાત કરવા નો સમય નીકળી શકે....
જરૂરિયાતની જનની છે , કામ ને સ્વાર્થ માટે બસ માણસ ને બીજો માણસ યાદ આવે..
- સમય

अजून वाचा
Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
5 दिवस पूर्वी

રમણીય રક્ષા + બંધન

૧- શરીર ની રક્ષા માટે..... સુર્યોપાસના નું બંધન
૨- મન બુદ્ધિ ની રક્ષા માટે..... સદ વિચારો નું બંધન
૩- ઇન્દ્રિયો ની રક્ષા માટે..... સંયમ નું બંધન
૪- કુટુંબ ની રક્ષા માટે..... સ્નેહ નું બંધન
૫- સમાજ ની રક્ષા માટે..... સંઘ નિષ્ઠા નું બંધન
૬- રાષ્ટ્ર ની રક્ષા માટે..... સત્ય નિષ્ઠા નું બંધન
૭- વૃક્ષો ની રક્ષા માટે..... પ્રકૃતિ પ્રેમ નું બંધન
૮- સાંસ્કૃતિ ની રક્ષા માટે..... એકય- સમર્પણ નું બંધન
૯- વિશ્વ ની રક્ષા માટે..... સદ ભાવના નું બંધન
૧૦- માનવતા ની રક્ષા માટે..... સદ ગુણો નું બંધન

૧૧- બહેન (સ્ત્રી વર્ગ) ની રક્ષા માટે..... પવિત્ર દ્રષ્ટિ નું બંધન

અંતે તો બંધનો ની રક્ષા માટે..... રક્ષાનું બંધન

સ્નેહ સરવાણી ફૂટે,
સંબંધમાં કંઈ ન ખૂટે,
એકબીજાને ખીજવે,
તોયે પ્રેમથી ભીંજવે,
અતૂટ રહે આજીવન,
આ સુંદર રક્ષાબંધન.

💐રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ💐

अजून वाचा
Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
6 दिवस पूर्वी

*મિત્ર!*

શું લખું મિત્ર વિશે....?
શબ્દો ખૂટી જાય અને લાગણી ઓછી પડે એવું નામ એટલે મિત્ર!
મિત્ર હું તારા વિશે કશું જ ના લખી શકું...
કારણ! લખી તો એના વિશે શકાય જે શબ્દોમાં સમાઇ શકે...! અને મારી પાસે એ શબ્દો જ નથી...કે જેમાં હું તને સમાવી શકું...!
તારું હોવું જ મારા માટે કાવ્ય છે..
તારી વાતો જ મારા માટે છંદ છે..તને મળવું મારી જિંદગીનો એક મધુર લ્હાવો છે...તારી નજીક હોવું છું...ત્યારે હું મારી પોતાની નજીક હોવું છું...જગત માટે સુખ દુઃખની વ્યાખ્યા જુદી હશે...પણ મારે માટે તો...મારા મિત્રનો સંયોગ એટલે જ સુખ...!
અને મારા મિત્રનો વિયોગ એટલે જ દુઃખ...!
મારા જીવનમાં રંગો તારા થકી જ તો છે...મારાં જીવનનું અજવાળું તું જ છે...
પથ્થર શી મને...કોહિનૂર બનાવનાર પણ તું જ છે...મારે મન તો મિત્રનો મેળાપ એટલે જ મેળો...!
મિત્રનો સંગાથ એટલે જ ઉત્સવ...!
ને...મિત્રનો સહવાસ એટલે જ ઉજાણી...! પ્રભુ! તે મને અઢળક ભેટો આપી છે....
પણ...મિત્રતા તો મારે મન પ્રસાદ છે.. તારા હોવાની અનુભૂતિ છે...
એક અજબનું વળગણ...
સ્વાર્થ વગરનું સગપણ...
લાગણીઓનું ગળપણ...
સ્નેહનું સમર્પણ...
ભાવભીનું તર્પણ...
મારાં મિત્રોને સાચાં દિલથી
પ્રેમભર્યુઁ અર્પણ...

મિત્રતા દિવસની આપ સૌને મારાં તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
#પૂછપરછ

अजून वाचा
Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
1 आठवडा पूर्वी

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !


#લલચાવવું

अजून वाचा
Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
2 आठवडा पूर्वी

"જયારે મન માં વહેમ ,
મગજ માં જીદ અને વાતોમાં ઈર્ષા આવી જાય ત્યારે સમજી લેવું કે
સંબંધોની હાર નિશ્ચિત છે."
-Mahesh Vegad"સમય"
#ખુશ

अजून वाचा
Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रेरक
2 आठवडा पूर्वी

મારી પ્રથમ ટૂંકી વાર્તા....
Story of the day...
તોફાન...

Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
2 आठवडा पूर्वी

" કોઈ પણ વાત ને સાબિત કરવા શક્તિની
નહીં પણ સહનશક્તિ ની જરૂર પડે છે
માણસ કેવો દેખાય છે એના કરતાં
એ કેવો છે એ વધુ મહત્વ નું છે
કારણ કે રૂપ ને સૌદર્ય નું આયુષ્ય
તરુણાવસ્થા જ હોય છે
અને
ગુણો નું આયુષ્ય આજીવન સુધી સાથે જ રહે છે..."
#સાજા -થાઓ

अजून वाचा
Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
2 आठवडा पूर्वी
Mahesh Vegad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

વરસો પછી એક આ હકીકત સમજ પડી ,
જીવનમાં સર્વશ્રેષ્ઠ મજાઓ તો છે ખ્વાબની.
#ખ્વાબ