64 Summerhill book and story is written by Dhaivat Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 64 Summerhill is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય
સમયઃ નમતી બપોર
ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં અજવાસની ઝાંય બદલાતી જોઈને તે પથારીમાંથી બેઠો થયો. આકાશમાં કદાચ વાદળો ઘેરાઈ રહ્યા હતા.
બહાર ધર્મશાળાના વિશાળ ચોગાનમાં ચોમાસાની નમતી બપોરનો આછકલો તડકો પછડાતો હતો. પીપરના ઝાડ ફરતાં ચણેલાં ઓટલા પર ઊભડક બેસેલા યાત્રાળુઓ અને ઘૂમટા તાણેલી ઓરતો કુંડાળુ વળીને સમૂહમાં કોઈક ધૂન ગાઈ રહ્યા હતા. હારબંધ ઓરડાઓ પૈકી કેટલાંકમાં ચહલપહલ વર્તાતી હતી. ...વધુ વાંચોપરસાળની વળગણી પર ટૂવાલ, ધોતિયાં-ખમીસ સૂકાતાં હતાં.
તેની બંધ આંખોની ભીતર ઘેનભર્યો ઓથાર થડકાઈ રહ્યો હતો.
ઘડીકમાં કોઈક મુછ્છડ આદમી તેના લમણે ગન તાકીને ઊભેલો દેખાતો હતો. ઘડીકમાં એ મૂર્તિની રેખાઓમાંથી સજીવન થયેલી ઓરત છુટ્ટા વાળ ઘૂમરાવીને તેની સામે વિકરાળ ચહેરે અટ્ટહાસ્ય રેલાવતી હતી. બાવળ-બોરડીના ઝાડી-ઝાંખરા વચ્ચે ...વધુ વાંચોશરીરે એ ભાગવા પ્રયાસ કરતો હતો અને કમબખ્ત આખો રસ્તો જ જાણે ભોંયમાં ઉતરી રહ્યો હોય તેમ ઊંડો ને ઊંડો જતો રહેતો હતો.
'અહીં બીજું કંઈ ખાસ અત્યારે મળતું નથી એટલે આ ખાઈ લીધા વગર તારો આરો નથી...' બાથરૂમમાંથી એ બહાર આવ્યો ત્યારે તેની સામે ટુવાલ ધરતાં એ આદમીએ કહ્યું, 'ડબલ આમલેટ ખાઈને જરાક તાજો થા પછી આપણે ઘણી વાતો કરવાની છે...'
ટુવાલના ...વધુ વાંચોમોં લૂછવાનો ડોળ કરીને છપ્પને ચહેરા પરનો ગભરાટ ઢાંકી દીધો. ત્રાંસી આંખે ફરીથી તેણે ઓરડાનું નીરિક્ષણ કર્યું. તેણે ઊઠાવેલી મૂર્તિ ખુરસીના પાયાના ટેકે આડી પડી હતી અને મૂર્તિમાંથી ઝાંખીપાંખી ઉપસતી સ્ત્રીની આકૃતિ તેની સામે બિહામણું સ્મિત વેરી રહી હતી.
ઝરમર વરસાદની ભીનાશ ઓઢીને બારીમાંથી પ્રવેશતી પવનની શીળી લહેર છપ્પનસિંઘના છળી ઊઠેલા ચહેરા પર વાગતી હતી. આ જગ્યા કઈ હતી? આ માણસ કોણ હતો? અત્યારે ક્યો સમય થયો હતો? પોતે કેટલોક સમય બેહોશ રહ્યો? છપ્પનના દિમાગમાં અટકળોની સમાંતરે છૂટકારો ...વધુ વાંચોતરકીબો દોડી રહી હતી. તેને પકડનારો માણસ પોલિસવાળો ન હોય એથી ખુશ થવું જોઈએ કે એથી મુશ્કેલી વધતી હતી? છપ્પન નક્કી ન્હોતો કરી શકતો.