Hey, I am reading on Matrubharti!


Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી मजेदार
3 आठवडा पूर्वी

હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે ચા પીવાના શોખીન હતા. ખુબ ચા પીએ.

કોઈએ તેમને એક વાર કહ્યું, "જ્યોતીન્દ્રભાઈ ચા તો ધીમું ઝેર છે."

જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો, "તે આપણને ક્યાં ઉતાવળ છે!"
😅😁
ચા #tea ☕ ના શોખીન મિત્રો ને સમર્પિત .👍

अजून वाचा
Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
4 आठवडा पूर्वी

ખૂબ ઊંચે સ્થાને હોવી જોઈએ
લાગણી ધનવાન હોવી જોઈએ.

રોજે સાંજે ઘર તરફ પાછા વળાય
એટલી ઉડાન હોવી જોઈએ.

સ્મિત સામે સ્મિત રોજ મળતું રહે
એટલી તો શાન હોવી જોઈએ..‌.

# ટ્વિટર

अजून वाचा
Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
1 महिना पूर्वी

*ગઝલ - "પતંગ ની વ્યથા"*

*માણસો કેવું સતાવે છે મને?*
*હાથ પગ બાંધી નચાવે છે મને...*

*દોર દૈ છૂટો ચગાવે છે મને ...*
*બાદ આપસમાં લડાવે છે મને...*

*મોકળું આકાશ આપી બે ઘડી,*
*લોકની વચ્ચે લુંટાવે છે મને...*

*પૂંછડી બાંધી કરે છે મશ્કરી,*
*પાત્ર હાંસીનું બનાવે છે મને...*

*વીજળીના થાંભલે કાં ઝાંખરે,*
*લોક શૂળીએ ચડાવે છે મને...*

*હોય જાણે સાસરું આકાશમાં,*
*એમ ધાબેથી વળાવે છે મને...*

*દોરથી દોરાઉં છું લાચાર થૈ,*
*માણસો જયાં ત્યાં ઝુકાવે છે મને...*

#સૌ : વોટ્સ એપ

अजून वाचा
Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
1 महिना पूर्वी

🚲🌹🕰🎊🎉🦋🌹

૬૦ એ રેહવું હોય ટટ્ટાર
સાંજે મારો લાંબી લટાર

શોખ રાખજો જિંદગીમાં
ચાહે ગાયન હોય કે ગિટાર

મળતાં રેહજો યાર મિત્રોને
ભલે લટકતી સમયની તલવાર

અઠવાડિયે ચલાવો સાયકલ
મૂકી દો બાજુએ કાર

મોજમસ્તી થી જીવીશ જિંદગી
કરો સ્વભાવ સાથે લેખિત કરાર !!

આસીમ !!
સૌ. ટ્વિટર

अजून वाचा
Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
2 महिना पूर्वी

લાગણીને સ્થાન હોવું જોઈએ
કાં બધે વેરાન હોવુ જોઈએ.

ભીંત, બારી, આયનો ટોળે વળ્યાં
કોઈ ભીનેવાન હોવું જોઈએ.

હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ.

બાપ ઊભો આંસુનો ટેકો લઈ
આજ કન્યાદાન હોવું જોઈએ.

તુ અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ.

# સૌ. ટ્વીટર

अजून वाचा
Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

સંતાકૂકડી રમતું સુખ
દાવ હું આપું, સંતાઈ જાય સુખ
આંખો ખોલી , આમ-તેમ નજર દોડાવું
ક્યાંય ના દેખાય સુખ
હાંફળો-ફાંફળો , ખૂણે-ખૂણે શોધું
અણસાર ના આપે સુખ
થાકી-હારી, છોડ્યો મેં દાવ,
બૂમો ક્યાંકથી પાડતું આવ્યું સુખ
દોડતું-દોડતું , હસતું-હસતું , બોલ્યું સુખ..
થપ્પો .. થપ્પો .. થપ્પો..

#ટ્વિટર
#અજ્ઞાત

अजून वाचा
Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બેફામ
#ટ્વિટર

अजून वाचा
Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
4 महिना पूर्वी

લાગણી થી ખળખળો તો છે દિવાળી,
પ્રેમ ના રસ્તે વળો તો છે દિવાળી,

એકલા છે જે સફર માં જિંદગીની,
એમને જઈ ને મળો તો છે દિવાળી,

છે ઉદાસી કોઈ આંખો માં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી,

દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.

#HappyDiwali2019
#HappyDiwali
#સૌ . ટ્વિટર # અજ્ઞાત

अजून वाचा
Harshil Patel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
4 महिना पूर्वी

દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???

હું શોઘુ તને ગલી ફળિયામાં,
તું ખોવાઇ ગઇ સીમલા મનાલીમાં

હું શોઘુ તને ટમટમતા દિવડામાં,
તું ખોવાઇ ગઇ ઝગમગતી રોશનીમાં

હું શોઘુ તને ફળિયાની રંગોળીમાં
તું ખોવાઇ ગઇ બ્લોકસની ડિઝાઇનમાં

હું શોઘુ તને સાકરની મીઠાસમાં,
તું ખોવાઇ ગઇ ડ્રાયફ્રુટસની ખારાશમાં

હું શોઘુ તને મંદિરની પૂજામાં,
તું ખોવાઇ ગઇ હોટલના ડિનરમાં...

હું શોઘુ તને મઠિયા પૂરીમાં,
તું ખોવાઇ ગઇ નાસ્તાના પેકેટસમાં...

હું શોઘુ તને ઘુઘરા મગસમાં,
તું ખોવાઇ ગઇ મોંઘી મીઠાઇમાં...

હું શોઘુ તને કાડઁની શુભેચ્છામાં,
તું ખોવાઇ ગઇ મોબાઇલના મેસેજમાં...


હું શોઘુ તને સ્વજનોની હુંફમાં,
તું ખોવાઇ ગઇ પાટીઁ પીકનીકમાં...

હું શોઘુ તને ચાંદલીયા-લવિંગીયામાં,
તું ખોવાઇ ગઇ આતશબાજીમાં...

હું શોઘુ તને આસોપાલવના તોરણમાં,
તું ખોવાઇ ગઇ બંઘ દરવાજામાં...

હું શોઘુ તને,

દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???

#અજ્ઞાત
#સૌજન્ય : ટ્વિટર

अजून वाचा

એ વખતના માસ્તરના હાથમાં સોટી હતી,
પણ ભણાવવાની રીત-રસ્મો કયાં ખોટી હતી,

તારા અને મારા સમયમાં એ ફરક છે દિકરા,
તારા રુપિયા કરતાં મારી પાવલી મોટી હતી..

-ખલીલ ધનતેજવી

अजून वाचा