Monica book and story is written by Mital Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Monica is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મોનિકા - નવલકથા
Mital Thakkar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી.
બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું: આજે મારે જવાબ જોઇશે.
આખરે અવિનાશે પોતાના દિલની વાત કહી દીધી: મને તો મોનિકા પસંદ આવી છે. રેવાન, તારું શું કહેવું છે
ત્યાં બળવંતભાઇ બોલી ઉઠ્યા: એને શું વાંધો હોય. લગન તારે કરવાના છે.
પપ્પા, એનો અભિપ્રાય પણ જરૂરી છે. હું પત્ની પસંદ કરું છું તો એણે ભાભી પણ પસંદ કરવાની છે. અવિનાશ રેવાનના અભિપ્રાયને મહત્વ આપતો હતો.
તમને છોકરી ગમી છે તો હા પાડી દો. હું હજી ભાભી તરીકે તેમની કલ્પના કરી શક્યો નથી. હું તમારી જોડે તમારા માટે છોકરી જોવા આવ્યો હતો. ભાભી જોવા નહીં! રેવાને મજાક કરતાં પોતાનો અભિપ્રાય આપી દીધો.
અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી.
બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું: આજે મારે જવાબ જોઇશે.
આખરે અવિનાશે પોતાના દિલની વાત કહી દીધી: ...વધુ વાંચોતો મોનિકા પસંદ આવી છે. રેવાન, તારું શું કહેવું છે
ત્યાં બળવંતભાઇ બોલી ઉઠ્યા: એને શું વાંધો હોય. લગન તારે કરવાના છે.
પપ્પા, એનો અભિપ્રાય પણ જરૂરી છે. હું પત્ની પસંદ કરું છું તો એણે ભાભી પણ પસંદ કરવાની છે. અવિનાશ રેવાનના અભિપ્રાયને મહત્વ આપતો હતો.
તમને છોકરી ગમી છે તો હા પાડી દો. હું હજી ભાભી તરીકે તેમની કલ્પના કરી શક્યો નથી. હું તમારી જોડે તમારા માટે છોકરી જોવા આવ્યો હતો. ભાભી જોવા નહીં! રેવાને મજાક કરતાં પોતાનો અભિપ્રાય આપી દીધો.
સવારે રેવાન ચા બનાવતો હતો ત્યારે મોનિકા તેની પાછળ કોયલની જેમ ટહુકી: ગુડ મોર્નિંગ દેવરજી!
ઓહ! વેરી ગુડ મોર્નિંગ ભાભીજી! રેવાને ચમકીને જોયું.
ભાભી ન્હાઇધોઇને ભીના વાળ સાથે કિચનમાં આવી પહોંચ્યા હતા. ખુશખુશાલ દેખાતી મોનિકાભાભી સાથે ...વધુ વાંચોવાવાઝોડું આવ્યું હોય એવું રેવાનને લાગ્યું. કિચન મહેંકી ઊઠ્યું.
શું વાત છે ભાભી! બહુ જલદી ઊઠી ગયા! મને એમ કે આજે બપોરનું જમવાનું મારે બહારથી લાવીને તમને બોલાવવા પડશે! રેવાને ટીખળ કરી.
હવે તમારે સવારની ચા કે બપોરના જમવાની ચિંતા છોડી દેવાની. ભાભીજી ઘર પર હૈ! મોનિકા મસ્તીમાં ઝૂમતી બોલી.
સહી પકડે હૈ! કહી રેવાને તેની વાળની એક ઉડતી લટને પકડી આંખથી પાછળ કરી.
તમે બેસો શાંતિથી....હું હોલમાં ચા લઇને આવું છું. મોનિકાએ વાળની લટને કાન પાછળ બરાબર રાખતા શરમાઇને કહ્યું અને પછી પૂછ્યું: પપ્પાજી કેટલા વાગે ઊઠે છે
પપ્પા તો હજુ કલાક બાદ ઊઠશે. પણ પહેલી રાતવાળા ભાઇ માટે તો આજે હું પહેલી વખત કંઇ કહી શકીશ નહીં કે ક્યારે ઉઠશે! કહી રેવાન હસ્યો અને કિચનની બહાર નીકળી ગયો.
થોડી દલીલો પછી સસરાજી બળવંતભાઇ હારી રહ્યા હતા એટલે મોનિકાએ દિયર રેવાનને વચ્ચે પાડ્યો. હવે રેવાન જ તેમનો સહારો હતો. રેવાનભાઇ, હવે તમે જ તમારા મોટાભાઇને સમજાવો. લગ્નના ત્રીજા દિવસે કોઇ પત્નીને ઘરે છોડીને એકલા ફરવા જઇ શકે ...વધુ વાંચો
ભાભી, ભાઇ ફરવા નથી જવાના. કંપનીના કામથી જવાના છે. એમની વર્ષોની નોકરીમાં આવું ઘણી વખત થયું છે. મને લાગે છે કે એમણે જવું જોઇએ. વર્ષોથી તે પ્રમોશનની તકની રાહ જોઇને બેઠા છે. રેવાને અવિનાશની તરફેણ કરી એ જોઇ મોનિકા ચોંકી ગઇ. તેમનો લાડકો દિયર તેમની જ વિરુધ્ધમાં જઇ રહ્યો હતો. એનું શું કારણ હશે
રેવાનભાઇ, તમે પણ એમની ગાડીમાં બેસી ગયા મારી લાગણીની કોઇને દરકાર જ નથી... મોનિકા રડું રડું થઇ ગઇ.
ગઇકાલની ઘટનાના આંચકામાંથી મોનિકા હજુ બહાર આવી ન હતી. તેને રેવાનનું વર્તન સમજાતું ન હતું. કાલે તેણે પોતાને પાણી છાંટીને જગાડી એ પહેલાં શરીર પર સ્પર્શ કર્યો હશે એ પણ યુવાન છે. આ સ્થિતિમાં ભાભીને જોઇને તેનું મન ...વધુ વાંચોથયું હશે તે રસોડામાં વિચારતી હતી ત્યાં જ રેવાન આવી પહોંચ્યો.
સ્વીટ મોર્નિંગ ભાભીજી! રેવાને આજે સવારની શુભકામના સાથે બે હાથ જોડી નમસ્કારની મુદ્રા કરી. મોનિકાને થયું કે કાલની પેલી બાબત માટે તે માફી તો માંગી રહ્યો નથી ને વધારે વિચાર્યા વગર તેણે પણ ઉષ્માભર્યો આવકાર આપ્યો: આવો દેવરજી! ક્યા હાલ હૈ!
હાલ તો ફિલહાલ અચ્છા હૈ! આજનો શું કાર્યક્રમ છે મારે કોલેજમાં રજા છે. ક્યાંક બહાર જવું છે
મોનિકા ગૂંચવાઇ. તેને યુવાન દિયર સાથે એકલા બહાર જવાનું યોગ્ય લાગતું ન હતું. અને રેવાન થોડો મજાકીયો હતો એટલે તેને સમજવાનું પણ મુશ્કેલ બની રહ્યું હતું.
રેવાને હોલમાં આવીને મોનિકાના બંને હાથ પકડી લીધા. અને પરીક્ષા પૂરી! મજા ભૈ મજા! કહી તેને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. મોનિકાએ પણ તેની સાથે ફુદરડી ફરવી પડી. નાના બાળકની જેમ તે ફુદરડી ફરી રહ્યો હતો. રેવાને તેને ...વધુ વાંચોગોળ ગોળ ફેરવી કે ચક્કર આવી ગયા. અને પડી જતી હતી ત્યાં રેવાને તેને પકડી લીધી. મોનિકાના નાજુક અંગો તેના શરીર સાથે ઘસાયા. મોનિકાને અસહજ લાગ્યું. રેવાને જાતને સંભાળી અને પછી મોનિકાને પડી જતી અટકાવી સોફામાં બેસાડી. પછી એ પણ હાંફતો સોફામાં બેસી ગયો. મોનિકા વધારે હાંફી રહી હતી. તેનો છાતીનો ભાગ ઝડપથી ઊંચો નીચો થઇ રહ્યો હતો. તેણે છાતી પર હાથ મૂકી દીધો. રેવાન તેને જોઇ જ રહ્યો હતો. તેની નજરમાં નિર્દોષતા હતી કે બીજું કંઇ એ શોધી રહી.