Limelight book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Limelight is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાઇમ લાઇટ - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર મિત્રો, મારી પહેલી નવલકથા રેડલાઇટ બંગલો ના ૧ થી ૪૮ પ્રકરણ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧ લાખ ડાઉનલોડનો અનુભવ કહી રહ્યો છે. હવે નવી નવલકથા લાઇમ લાઇટ ને આથી વધુ પસંદ કરવામાં આવશે એવી આશા છે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી મને ખાતરી છે. અને તમારા પ્રતિભાવ થકી લાઇમ લાઇટ
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર મિત્રો, મારી પહેલી નવલકથા રેડલાઇટ બંગલો ના ૧ થી ૪૮ પ્રકરણ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧ લાખ ડાઉનલોડનો અનુભવ કહી ...વધુ વાંચોછે. હવે નવી નવલકથા લાઇમ લાઇટ ને આથી વધુ પસંદ કરવામાં આવશે એવી આશા છે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી મને ખાતરી છે. અને તમારા પ્રતિભાવ થકી લાઇમ લાઇટ
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨ ફિલ્મના નિર્દેશક પ્રકાશચન્દ્રને થતું હતું કે "લાઇમ લાઇટ" નો સારો પ્રચાર થાય તો જ હીરોઇન રસીલીને લોકો ઓળખી શકશે. તે ગુમનામીના અંધારામાં જતી રહેવી ના જોઇએ. તે જાણતા હતા કે હજારો ...વધુ વાંચોઆ ઝાકઝમાળની દુનિયામાં સ્થાન બનાવવા આવે છે. એમાંથી આંગળીના વેઢે ગણાય એટલી જ છોકરીઓ સફળતા અને પ્રસિધ્ધિ મેળવી શકે છે. રસીલી માટે તેમને લાગણી હતી. તે રસીલીની મહેનતથી પ્રભાવિત થયા હતા. તે ડિઝર્વ કરતી હતી. તે માનતા હતા કે જો રસીલીને યોગ્ય એક્સ્પોઝર મળશે તો હની લિયોની કે વિભા બાલનને લોકો ભૂલી જશે. તેમને "લાઇમ લાઇટ"ની હીરોઇન રસીલી સાથેનો એ દિવસ યાદ
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૩ "લાઇમ લાઇટ" ની હીરોઇન રસીલી સાથે તેના નિર્દેશક પ્રકાશચન્દ્રનો ચુંબન કરતો ફોટો ચકચાર મચાવી રહ્યો હતો. મીડિયાને તો મસાલો મળી ચૂક્યો હતો. પણ એ ફોટો પ્રકાશચન્દ્રની પત્ની કામિની માટે તીખું મરચું ...વધુ વાંચોથઇ રહ્યો હતો એ પ્રકાશચન્દ્ર સમજી શકતા હતા. કામિનીએ એ ફોટો બતાવીને તેનો જવાબ માગ્યો ત્યારે "એક મિનિટ" ની રજા લઇને તેમણે માહિતી મેળવવા પીઆરનું કામ કરતા સાગરને ફોન લગાવ્યો. તેમને હતું કે સાગર ફિલ્મના પ્રચાર માટે કોઇપણ ગતકડું મૂકી શકે છે. પણ જ્યારે સાગર પોતે આ વાતથી અજાણ હોવાનું કહી રહ્યો હતો ત્યારે પ્રકાશચન્દ્રનું મગજ ચકરાઇ ગયું. પોતાની ફિલ્મની હીરોઇન સાથે
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪ "લાઇમ લાઇટ" નો પ્રચાર વેગ પકડી રહ્યો હતો ત્યારે રસીલી સાથેના નિર્દેશક પ્રકાશચન્દ્રના ચુંબન દ્રશ્યએ તેમના ઘરમાં ગ્રહણ સર્જી દીધું હતું. રસીલી સાથેનો એ ફોટો જોયા પછી પત્ની કામિનીને શું જવાબ ...વધુ વાંચોએ પ્રકાશચન્દ્રને સમજાતું ન હતું. કામિનીને જવાબ આપતાં પહેલાં તેમણે સાગર સાથે ચર્ચા કરી લીધી હતી. તે દુનિયાને એ ફોટો બનાવટી હોવાનું કહેવાના હતા પણ કામિનીને શું ખુલાસો કરવો એ સમજાતું ન હતું. અને કામિની અચાનક ક્યાંક જતી રહી એટલે પ્રકાશચન્દ્રની ચિંતા બેવડાઇ હતી. આટલા વર્ષોમાં પહેલી વખત આ સ્થિતિનો તે સામનો કરી રહ્યા હતા. પહેલી વ્યવસાયિક ફિલ્મ માટે અંગત જીવનમાં મોટી
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૫ રસીલી પ્રકાશચન્દ્રની ઘણીવાર સુધી રાહ જોયા પછી એકલી બેઠી હતી. તે ભૂતકાળમાં સરવા લાગી. એક નાનકડા ગામમાં જન્મેલી રસીલીની મા સુનિતા તે ...વધુ વાંચોવર્ષની હતી ત્યારે જ ઘર છોડીને જતી રહી હતી. પિતા જશવંતભાઇ દારૂના રવાડે ચઢી ગયા પછી તેને કામ કરવા મોકલતા હતા અને પૈસા માટે મારઝૂડ કરતા હતા. દસ વર્ષની રસીલી માની વેદના સમજતી હતી. પણ કંઇ બોલી શકે એમ ન હતી. સુંદર અને ઘાટીલા શરીરવાળી મા ધીમે ધીમે ફિક્કી પડી રહી હતી. એક દિવસ સુનિતા તક મેળવીને ભાગી ગઇ હતી. તે કોઇની જોડે ભાગી ગઇ હતી એ